નવી દિલ્હી: આપણે બધા ક્યારેક ક્યારેક બાળપણમાં આપણા તોફાનીપણાના કારણે વઢ ખાતા હોઈએ છીએ. અનેકવાર માર પણ ખાધો હશે. આ જ કારણે આપણે કેટલીય વાર નારાજ પણ  થયા હોઈશું. પરંતુ શું આપણે ક્યારેય એટલા બધા પરેશાન થયા છીએ કે મરવાનું મન થઈ જાય. આ કિસ્સો ખુબ જ ચોંકાવનારો છે. આ બાળક સાથે જે થઈ રહ્યું છે તે આપણામાંથી કોઈના પણ  બાળક સાથે થઈ શકે છે અથવા તો થતું હશે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક નવ વર્ષનો બાળક રડતા રડતા પોતાની જાતને ખતમ કરી નાખવાની વાત કરી રહ્યો છે. આ બાળક કથિત રીતે તેના શાળાના બાળકો દ્વારા બુલિંગ (Bullying એટલે કે પરેશાન કરવું, મજાક કરવું)નો ભોગ બન્યો છે. 


વીડિયોમાં બાળક ચાકૂ માંગી રહ્યો છે જેથી કરીને પોતાની જાતને ખતમ કરી શકે. કોઈ નવ વર્ષના બાળકનો આ વ્યવહાર ખુબ જ શોકિંગ છે. આ સાથે જ એક મહત્વનો સવાલ ઊભો કરી રહ્યો છે કે આખરે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. કારણ ગમે તે હોય પરંતુ કોઈ બાળકની અંદર આત્મહત્યાનો ભાવ પેદા થાય તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube